એબીજી ગ્રુપ વિશે

એબીજી ગ્રુપ મુંબઈમાં સ્થિત વિશાળ વેપાર જૂથ છે અને દેશના જુદા જુદા ભાગોમાં તેની વેપાર કામગીરી છે. ગ્રુપનું ટર્નઓવર વર્ષ દીઠ રુ. 2000 કરોડથી વધુ છે અને સક્રિય રીતે જહાજ બનાવવાના અને માળખાકીય સુવિધાના ઉદ્યોગોમાં સંકળાયેલું છે.

ગ્રુપની ફ્લેગશિપ કંપની એબીજી શિપયાર્ડ લિ. બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ પબ્લિક લિસ્ટેડ કંપની છે.

એબીજી શિપયાર્ડ લિ. મોટા આકારનાં જહાજોના જુદા જુદા પ્રકારની ડિઝાઈન અને ઉત્પાદન કરવાના વેપારમાં છે અને હાલમાં ખાનગી ક્ષેત્રમાં ભારતમાં સૌથી વિશાળ જહાજ ઉત્પાદન કંપની છે.

એબીજી શિપયાર્ડની ઉત્પાદન સુવિધાઓ ગુજરાતમાં મગદલા બંદર (સુરત નજીક) અને દહેજ (ભરુચ નજીક) છે, જે દુનિયાભરમાં ગ્રાહકો માટે શિપિંગ વહાણો ઉત્પાદન કરે છે.

એબીજી હેવી ઈન્ડસ્ટ્રીઝ લિ. અન્ય જૂથ કંપની છે, જે બંદરો, બાંધકામ ઉદ્યોગ વગેરે માટે ભારે ઉપકરણોનો પુરવઠો કરવાના વેપારમાં છે.

જૂથની અન્ય મોટી કંપની પીએફએસ શિપિંગ લિ. છે. આ કંપની વહાણોની માલિકી ધરાવે છે અને દરિયાઈ લોજિસ્ટિક્સના વેપારમાં સંકળાયેલી છે.

એબીજી ગ્રુપ હવે તેનો વેપાર સિમેન્ટ અને પાવર સેગમેન્ટ્સમાં વિસ્તરણ કરી રહ્યું છે.