એબીજી સિમેન્ટ વિશે

એબીજી ગ્રુપ તેના વેપાર સિમેન્ટ અને પાવર સેગમેન્ટમાં વિસ્તરણ કરી રહ્યું છે અને આ માટે અનુક્રમે એબીજી સિમેન્ટ લિ. અને એબીજી એનર્જી લિ. નામે બે કંપની શરુ કરી છે. કંપની પાસે તેના વેપાર માટે પૂરતાં નાણાકીય સંસાધનો છે અને પ્લાન્ટ અમલ કરવા અને ચલાવવા માટે પ્રથમ કક્ષાના વ્યવસ્થાપકીય સંસાધનોને પહોંચ પણ આપે છે.

એબીજી સિમેન્ટ તેના અધ્યક્ષ શ્રી રિશી અગરવાલ દ્વારા પ્રમોટ કરાઈ છે, જેઓ અત્યંત સફળ વેપાર સાહસિક છે. તેઓ એબીજી શિપયાર્ડ અને અન્ય સહયોગી કંપનીઓ/વેપારના પ્રમોટર છે.

એબીજી સિમેન્ટનું વડપણ તેના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી પ્રદીપ કપૂર દ્વારા કરાય છે. શ્રી કપૂર 40થી વધુ વર્ષથી સિમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

એબીજી સિમેન્ટ લિ. ગુજરાતમાં અત્યાધુનિક અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ, વાર્ષિક 6 મિલિયન ટન (6 એમટીપીએ)નો સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયામાં છે. પ્લાન્ટની પોતાની કેપ્ટિવ લાઈમસ્ટોન માઈન્સ, જેટ્ટી અને ડિસેલિનેશન પ્લાન્ટ છે. આ સર્વ એકમોની ક્ષમતા સિમેન્ટ નિર્માણના વાર્ષિક 6 મિલિયનથી વધુને પીઠબળ આપવા માટે પૂરતી છે. વીજ પુરવઠો નજીકના વિસ્તારમાં આવેલ એબીજી એનર્જી લિ. દ્વારા કરવામાં આવશે.

ટૂંક સમયમાં એબીજી સિમેન્ટ તેની ઉત્પાદન સુવિધાઓ ભારતના અન્ય ભાગો અને અન્ય દેશોમાં પણ વિસ્તારશે.

અમારો સિમેન્ટ પ્લાન્ટ આવી રહ્યો છે તે વિસ્તારમાં લાઈમસ્ટોન પૂરતી માત્રામાં છે, જે સિમેન્ટનું ઉત્પાદન કરવા માટે મૂળભૂત કાચી સામગ્રી છે. આ સ્થળના; ફાયદાઓ; દરિયાઈ વિસ્તાર છે, જે માર્ગ પરિવહન ઘટાડશે અને કાચો માલ તથા ઉત્પાદિત પેદાશ (સિમેન્ટ/ક્લીકર) આયાત- નિકાસ માટે મદદરુપ થશે.

એબીજી સિમેન્ટ 100% ફ્લાય એશનો ઉપયોગ કરવાને કટિબદ્ધ છે, જે તેના સિમેન્ટ ઉત્પાદન માટે એબીજી એનર્જી લિ. દ્વારા સપ્લાય કરાય છે અને સર્વ સિમેન્ટ તથા વીજ પ્લાન્ટો ઊર્જા સક્ષમ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે.

કંપનીએ જુદી જુદી પ્રવૃત્તિઓ માટે નિમ્નલિખિત વિશ્ર્વ કક્ષાની કન્સલ્ટન્ટોની નિયુક્તિ કરી છે -

  • પ્રકલ્પનો અમલ કરવા માટે ટર્નકી કન્સલ્ટન્સી માટે નવી દિલ્હીની મેસર્સ હોલ્ટેક ક્ધસલ્ટિંગ પ્રા. લિ.
  • પર્યાવરણીય પાસાંઓ સંબંધી સર્વ બાબતો માટે નાગપુરની મેસર્સ નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (નીરી).
  • અમારી કેપ્ટિવ જેટ્ટી સાથે સંકળાયેલી સર્વ બાબતો માટે નવી દિલ્હીની મેસર્સ વેપકોઝ.


પ્લાન્ટનું બાંધકામ અને ઊભું કરવાનું કાર્ય યુદ્ધને ધોરણે ચાલી રહ્યું છે અને પ્લાન્ટ 2011ના અંત સુધીમાં કાર્યરત થશે.