ફૅસિલિટી

એબીજી સિમેન્ટ લિ. ગુજરાતમાં 6 એમટીપીએની ક્ષમતાનો તેનો ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્લાન્ટ શરુ કરશે. સિમેન્ટ પ્લાન્ટ એબીજી સિમેન્ટ લિ.ની આસાન કામગીરી માટે નજીકના વિસ્તારમાં તેની પોતાની કેપ્ટિવ લાઈમસ્ટોન માઈન્સ છે. પાવર મૂળભૂત આવશ્યકતા છે. આથી એબીજી એનર્જી લિ., જે એબીજી સિમેન્ટ લિ.ની સિસ્ટર કન્સર્ન છે તે સિમેન્ટ પ્લાન્ટ અને પોતાની ઘરઆંગણાની વિદ્યુત આવશ્યકતાઓને પૂરી કરવા માટે 2 X 50 મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ ગોઠવવાનું નિયોજન કરી રહી છે.એબીજી સિમેન્ટ લિ. ગુજરાતમાં 6 એમટીપીએની ક્ષમતાનો તેનો ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્લાન્ટ શરુ કરશે. સિમેન્ટ પ્લાન્ટ એબીજી સિમેન્ટ લિ.ની આસાન કામગીરી માટે નજીકના વિસ્તારમાં તેની પોતાની કેપ્ટિવ લાઈમસ્ટોન માઈન્સ છે. પાવર મૂળભૂત આવશ્યકતા છે. આથી એબીજી એનર્જી લિ., જે એબીજી સિમેન્ટ લિ.ની સિસ્ટર કન્સર્ન છે તે સિમેન્ટ પ્લાન્ટ અને પોતાની ઘરઆંગણાની વિદ્યુત આવશ્યકતાઓને પૂરી કરવા માટે 2 X 50 મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ ગોઠવવાનું નિયોજન કરી રહી છે.

પાવર પ્લાન્ટ સહિત આ ગ્રીનફિલ્ડ પ્રકલ્પે સિમેન્ટ અને પાવરના નિર્માણ માટે અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી છે. માઈનિંગ પર્યાવરણની અત્યંત કાળજી રાખીને યાંત્રિક માઈનિંગ દ્વારા પારંપરિક રીતે કરાય છે. આને લીધે માઈનિંગની જગ્યામાં પ્રદૂષણ ઘટે છે. સર્વ સામગ્રીનું પરિવહન ઢાંકેલા બેલ્ટ કન્વેયરો થકી કરાશે, જે અત્યાધુનિક વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોથી સુસજજ છે અને તેમાં વાતાવરણમાં ધૂળનો ભાર ઓર ઓછો કરવા માટે આવશ્યક હોય ત્યાં પૂરતું ધૂળ અવરોધક પણ પ્રદાન કરે છે. એબીજી સિમેન્ટ રો મિલ અને કિલ્ન આઉટલેટમાં ગ્લાસ બેગ હાઉસ ધરાવે છે. આ સિમેન્ટ ઉત્પાદન ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજી છે. આ પ્રક્રિયા બગડેલી હોય તેવી સ્થિતિમાં પણ આસાનીથી કામ કરશે. એબીજી એનર્જી લિ. બોઈલર આઉટલેટ્સમાં પણ અસરકારક ઈએસપી ધરાવશે.

જળ સંચયને ધ્યાનમાં રાખીને એબીજી આરંભથી ‘‘શૂન્ય કચરો’’ યોજના તરીકે સર્વ વ્યવહારોનું ધ્યાન રાખી રહી છે. એબીજી એનર્જી લિ. એર કૂલ્ડ કન્ડેન્સરો અપનાવે છે, જે દિવસ દીઠ લગભગ 800 -1000 m3 પાણી સંવર્ધન કરવામાં મદદરુપ થાય છે. સર્વ બગાડનું પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપચારિત કરાશે અને પ્રિક્રયા, ડસ્ટ સપ્રેશન અથવા પ્લાન્ટેશનમાં ફરીથી તેનો ઉપયોગ કરાશે. એબીજીએ ચોમાસા દરમિયાન સરફેસ રનઓફફ જમા કરવા માટે પ્લાન્ટની જગ્યાનાં જુદાં જુદાં સ્થળો ખાતે દરેક 15000 m3 ની ક્ષમતા સાથે 4 વોટર હાર્વેસ્ટિંગ પિટ્સ બનાવવાની પણ યોજના ધરાવે છે. એબીજીની એબીજી સિમેન્ટ અને એબીજી એનર્જી લિ. માટે એકસમાન રહેઠાણ વસાહત છે, સર્વ ઘરઆંગણાનું સીવેજ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)માં ઉપચારિત કરાય છે.

આરંભથી એબીજી જોખમી કચરા વ્યવસ્થાપનની સંભાળ રાખશે. સર્વ બગાડનું તેલ દ્વિતીય અને ટર્ટિયરી લુબ્રિકેશન માટે પ્રણાલીમાં ફરી ઉપયોગ કરાશે અને આખરે ભઠ્ઠીમાં બાળવામાં આવશે. અલગ સંગ્રહ અને નિકાલ સુવિધાઓ સર્વ બગાડ જમા કરવા માટે વિકસાવવામાં આવશે, જેમાં MoEFની માર્ગદર્શિકા અનુસાર તકેદારીઓ લેવાશે.

ધ્વનિ અને ધૂળની અસરો ઘટાડવા માટે પ્લાન્ટ જગ્યા આસપાસ MoEFની માર્ગદર્શિકા અનુસાર વ્યાપક વૃક્ષારોપણ કરાશે. અંદરના બધા રસ્તાઓ ડામરના કરાશે અને રોજના ધોરણે યાંત્રિક ઝાડુથી તેની સફાઈ કરાશે.

સંપૂર્ણ સુસજજ પર્યાવરણ કક્ષ નિયમન સંસ્થાઓ દ્વારા નિર્ધારિત સર્વ પર્યાવરણીય સ્થિતિઓની અભિમુખતા રાખવા અને દેખરેખ રાખવા માટે પૂરી પાડવામાં આવશે. અત્યાધુનિક પર્યાવરણીય દેખરેખ પ્રયોગશાળા સર્વ પર્યાવરણીય પરિમાણોને માપવા માટે સમર્પિત છે. આમાં મોનિટરિંગ વાન અને ઓન-લાઈન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.